જન્મદિવસ
જન્મદિવસ
1 min
126
વર્ષમાં એકવાર આવે છે જન્મ દિવસ
ઉજવવો સૌને ગમે છે જન્મ દિવસ
શું શું લાવીશ શું શું કરીશ ?
મહિનાપહેલાંથી મનમાં રમે છે જન્મ દિવસ
માતા પિતા પણ ખુશ છે
કારણ પોતાનું સંતાન ખુશ છે
જન્મ દિવસ ઉજવવાની ના નથી
પણ આ કેક મો પર ચોપડવી
થોપડવી એ આપણી સંસ્કૃતી નથી
આવુ ના શીખવાડો સંતાનને
કારણ બાળક તો કુમળું વૃક્ષ છે
તમે જેવું પાણી સિંચશો
એવું ફળ આપશે
માટે જન્મ દિવસ ઉજવો
માબાપ સાથે સંસ્કૃતી સાથે
વર્ષમાં એકવાર આવે છે જન્મ દિવસ
ઉજવવો સૌને ગમે છે જન્મ દિવસ
