મળશે સફળતા
મળશે સફળતા
મળશે સફળતા પ્રયાસ તો કર,
આપશે સફળતા વિશ્વાસ તો કર.
ઊભો થઈ જઈશ મરણ પથારીથી,
આવમ જાવન ઊંડા શ્વાસ તો ભર.
સાંભળ્યું છે કે જીવતો માણસ ડૂબે,
આદમી દેશભક્તિ વિના છે લાસ તો તર.
જીવનમાં કેટલી એ આવી ગઈ છે,
પાનખરો,બહારો હવે ડાળથી પાન તો ખર.
કરોળીયા માફક કર પ્રયાસ સતત,
મળશે સફળતા જરૂર પ્રયાસ તો કર.
આપશે જરૂર ગૌ દૂધ ખાટકી મુક-
છરો બાજુએ પંપાળી ઘાસ તો ધર.
ભુલી જઈશ સઘળી નફરત મજહબી,
પશુંને પંપાળી પુસ કારી પ્રેમ તો કર.
મળશે સફળતા જરૂર એક દિવસ,
મંદિરે જઈ ઈશ્વર દર્શન તો કર.
