સ્વપ્ન
સ્વપ્ન
1 min
141
ખૂલી આંખે ક્યારેક દેખાય છે સ્વપ્ન,
તો ક્યાંરેક બંધ આંખે દેખાય છે સ્વપ્ન,
સ્વપ્ન એક હસીન અહેસાસ છે
માનવનો એ શ્વાસ છે,
જો માનવી સ્વપ્ન ન જુએ તો
એ પાષાણ બની જાય,
ઘર ઘર મસાણ બની જાય,
સ્વપ્ન છે એટલે સંકલ્પ છે
પરિશ્રમ છે
મંવતર છે કલ્પ છે
જીવન જીવવાનું ઔષધ છે,
સ્વપ્ન !
