વિવાહ
વિવાહ
વિવાહ એક બંધન છે
દિલથી દિલનો સંબંધ છે,
વિવાહ બે કુટુંબો વચ્ચે
મિત્રતાનો અતૂટ સંબંધ છે,
વિવાહમાં સાત વચન છે
વચન પાળવા પતિપત્નીનો ધરમ છે,
પતિ પત્નીનાં પત્ની પતિનાં
સુખ દુ:ખનાં ભાગીદાર છે,
વિવાહ બે જવાન દિલને
વિશાળ સંસાર-સાગરમાં
વિહરવાની છૂટ આપે છે,
વિવાહ એક એવું બંધન છે
જે બધાને પ્રેમ જ પ્રેમ આપે છે,
વિવાહ એ કોઈ એગ્રીમેન્ટ નથી
તે તો દિલથી દિલનો સંબંધ છે,
સાથ નિભાવવાનું સાચું વચન છે
વિવાહ એક બંધન છે
દિલથી દિલનો સંબંધ છે.

