સપનાં
સપનાં
1 min
155
ઉપર છલ્લી તારી નજર કાળજુ કોરે,
બંધાયું છે જોને કાળજું પાલવ કોરે,
કપાવા દઈશ ના સપનાં આ સપનાંને,
ચગાવ્યો છે પ્રેમ પતંગ વિશ્વાસ દોરે,
રડવું હતું ધોધમાર મુશળાધાર આંખે,
દિલ ડર્યું ને રહ્યાં આંસુ પાંપણ કોરે,
તારી સમદ્ર જેવી ગહેરી આંખોમાં,
ડૂબવું છે નથી પહોંચવું મારે કો કિનારે,
તું હા પાડ પછી જંગ છે જગ સાથે,
સાથે રસ્મોરિવાજ સાથે તારે ને મારે,
આપણા હાથમાં કશું નથી "કાફીર"
કર્મ સિવાય આપશે ચાવીવાળો ધારે,
રંક હોય કે પછી રાજા આપશે કર્મ-
જોઈ ઉપરવાળો ન ઓછું ન વધારે.
