આપણી વિજ્ઞાન કથા
આપણી વિજ્ઞાન કથા
પૈડાથી લઈ પરશું સુધી છે વિજ્ઞાન કથા
અણુથી લઈ પરમાણુ સુધી છે વિજ્ઞાન કથા,
વગર વિર્યએ જન્મયા કૃષ્ણ સંક્રમણથી દાઉ,
શસ્ત્ર ક્રિયાથી લઈ ટેસ્ટટ્યુબ બેબી સુધી છે વિજ્ઞાન કથા,
કાયમ સદા રહેતી કુમાર કાયા સનદકુમારોની,
છે પુરાણોમાં વર્ણીત એવી વિજ્ઞાન કથા,
આધુનિકમાં કાપકુપ કરી બેસાડે છે નવા અંગો,
પણ પુરખો શીશ સાંધતા, દક્ષની વિજ્ઞાન કથા,
હવાઈ જહાજ બન્યા હમણાં હમણાં પણ,
હજારો વર્ષો પૂર્વે છે પુષ્પક વિમાનની વિજ્ઞાન કથા,
આધુનિકતા પાછળ આંધળી દોટ મૂકી,
વિધર્મીઓએ શાસ્ત્ર મીટાવવાની હોડ મૂકી,
એટલે આપણે ભૂલ્યા આપણી ધરોહર,
વેદ, પુરાણ, ઉપનિષદ કહે છે આપણી વિજ્ઞાન કથા.
