Pushpa Maheta

Inspirational

3.4  

Pushpa Maheta

Inspirational

સાઠીની સપ્તપદી

સાઠીની સપ્તપદી

2 mins
14.6K


હું નહીં હોઉં ત્યારે એ શું કરશે,

દરેક દંપતિને એ વિચાર અચૂક આવતો.

અને મનોમન આકુળ વ્યાકુળ કરી સતાવતો.

ખરે જો ચાહોછો એને તો એ દુવિધામાંથી અચૂક ઉગારજો,

જીવનશૈલીમાં ફેરફાર કરીને એનો જીવનરાહ સુગમ બનાવજો.

તમારી જીવનપૂંજીની સમજ એને આપજો,

પાસે બેસી બેંક શેર રોકાણની લેતીદેતી સમજાવજો.

સામ દામ દંડ ભેદ બધી નિતી અપનાવી, 

એને આત્મનિર્ભર બનાવજો.

વૉક જાવા પહેલાં ચા જોઈએ તો એને ચા બનાવતા શીખવાડજો.

છાપાં સાથે પાણી નાસ્તો દૂધ પોતે લેતાં શીખવાડજો.

ગરમ રોટલી દાળ ભાત શાક અથાણું કચૂંબરથી,

સજાવેલી થાળી છોડી,

ડબ્બાની રોટલી ને ઢાંકેલા શાક દાળ ભાત ખાતા શીખવાડજો,

પડ્યો બોલ ઝીલવા હવે કોઈ નવરું નથી એ એના મગજમાં ઉતારજો.

સપ્તપદીનાં શપથ લીધાં જેમ,

સાથ સાથ જીવવાનાં કૉલ દીધાં જેમ,

એમ જ લેજો રીટાયરમેન્ટ કૉલ હવે ને; 

હાથમાં હાથ પરોવી લેશો ભીષ્મ પ્રતિજ્ઞા હવે;

હું ન હોઉં ત્યારે તું આમ જ કરજે,

ફરજો ફરીથી ફેરા લઈ સાઠીની સપ્તપદી હવે.

ભૂતકાળને વાગોળશું નહીં, પૂછ્યા વગર સલાહ દેશું નહીં

ફાવશે ચાલશે ભાવશે ને ગમશેને જીવનમંત્ર બનાવી દેશું

કમ ખા ગમ ખા નમ જા એ ત્રિચક્રી વાહન પર જીવનરથ દોડાવી દેશું 

કોઈ મોટાં ના માને તો બાળ સહજતા નિર્દોષતાને આંખોમાં ભરી દેશું

કોઈ ત્રિયાતની પાસે કદી દિલનો ઉભરો ઠાલવી,

ઘરનાંને વગોવશું નહીં.

સંતાનોને એના સંસારમાં રાચવા દઈ,

આધિ વ્યાધિ ઉપાધી એના માથે નાખી બોજારુપ બનશું નહીં.

એકલવાયું લાગશે ત્યારે અધૂરાં શોખ પૂરાં કરશું,

ગીતો ગાશું ચિત્રો દોરશું લેખો લખશું પુસ્તકો વાંચશું.

સહેલગાહ કરવાં જૂના નવા સહઉમ્ર મિત્રોનો સાથ લઈ,

બાકીનું જીવન આનંદમય રાખશું ને ગાળશું,

પણ કાલની ચિંતા છોડી ચાલ આજે,

એકબીજાની ટેકણલાકડી બનીએ.

હાથમાં હાથ પરોવી ફિલ્મ જોવા જાઈએ,

ને પછી તારી મનપસંદ હોટલમાં ખાવા જાઈએ.


Rate this content
Log in