રવિને કહો
રવિને કહો


ગૃહ બદલતા રવિને કહો કે કાતિલ ઠંડીને હરે.
ગૃહ બદલતા રવિને કહો કે સૌમાં સ્ફૂર્તિને ભરે.
વાયરસના ત્રાસથી જગત 'ત્રાહિમામ' પોકારતું,
ગૃહ બદલતા રવિને કહો કે સૌને તંદુરસ્તી અર્પે.
ધનથી નીકળી મકરમાં જતા સૂરને શતશત વંદન,
ગૃહ બદલતા રવિને કહો કે ૠતુની તાજગી બક્ષે.
કરજો આરોગ્યનો સંચાર પ્રત્યેક માનવમાં તમે,
ગૃહ બદલતા રવિને કહો કે સદવિચારોને સંચારે.
પતંગપર્વ મનભરી માણી શકાય એ સંજોગ નથી,
ગૃહ બદલતા રવિને કહો કે સૌને કર્મયોગી બનાવે.