સાદ પાડું.
સાદ પાડું.
સાદ પાડું શંકર તમે આવજો રે.
આવીને કષ્ટોને નિવારજો રે.
અરજી ઉરની આશુતોષને કરી.
રહ્યા પોકારી નયને નીરને ભરી.
મહામુસીબત મહાદેવ મીટાવજો રે..1
સેવક સ્નેહ ધરી શિવને વિનવે,
મોડું કરશો ના હરજી તમે હવે.
લાજ ભક્તોની રાખવા પધારજો રે...2
એક આધાર મુજને તમારો છે,
હરડગલે તમારો સહારો છે.
ભોળાનાથ આવી ભયને ભરજો રે..3
ચૈતન્ય જોષી ,"દીપક" પોરબંદર.
