ચૈતન્ય જોષી

Inspirational

3  

ચૈતન્ય જોષી

Inspirational

દીનદુઃખિયાંના બેલી.

દીનદુઃખિયાંના બેલી.

1 min
8


રામ મારા દીનદુઃખિયાંના બેલી.

દેતા એ આવતી આપદા ઠેલી.


જે કોઈ જીવ શરણે જો આવે,

રઘુવીર એને સહજ અપનાવે,

દુર્ગુણો અઢળક જાતા એ ભૂલી..1


અંતરથી એને અમી વરસતું,

નિજજન મળવા દિલ તરસતું.

કરતા એ દરકાર એની પહેલી....2


સુગ્રીવ, વિભીષણને રાખ્યા,

એઠાં બોર શબરીનાં ચાખ્યાં.

જાગી જ્યાં મળવાની તાલાવેલી..3


ભક્તવત્સલતા ભગવંત ભારી,

નવનીત ઉરે જે લેતા સ્વીકારી.

યાદ કરી વાત વચન જે દીધેલી....4


ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.



Rate this content
Log in