STORYMIRROR

ચૈતન્ય જોષી

Others

3  

ચૈતન્ય જોષી

Others

વસાહત કરીએ.

વસાહત કરીએ.

1 min
9

છે ચાહત તો આવ વસાહત કરીએ.

ધરબી રાખી ઉરમાં એ વાત કરીએ.


શું ખોટું છે સમાન હૈયાના મિલનમાં,

નાતજાત ભૂલ એક માનવજાત કરીએ.


દુનિયાના અભિપ્રાયે જિંદગી ન વીતે,

મનમાં વસતા રિપુના ખાટાદાંત કરીએ.


કેવળ હું, તું અને છાપરું એ ઘર નથી,

મનથી મન લગીની એ મુલાકાત કરીએ.


ખૂબ તંગદિલી ભોગવી એક થવામાંને,

મૂક પળોજણ હવે સાવ નિરાંત કરીએ.


ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.


Rate this content
Log in