બતાવોને.
બતાવોને.
વિષપાન નફરતનું કરી કરીને થાક્યો,
કોઈ સ્નેહની સરિતા હવે વહાવોને.
જગના સજીવોથી મુલાકાત ઝાઝી,
એકાદ એમાંથી માનવ મને બતાવોને.
વેદના ઉરની આજેય અડીખમ ઊભી,
કોઈ માનવતા માનવમાં હવે પ્રગટાવોને.
મંદિરમાં નહીં, માનવમનમાં જોવા છે,
કોઈ પરમેશ્વર એવા આજે બતાડોને.
માનવને માનવના ઉરલગી જવાનુંને,
એ અણદીઠ રસ્તો કોઈ તો ચીંધાડોને.
- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.
