પાગલ પ્રાસ
પાગલ પ્રાસ


આ મુજ હાથમાં જેદી'થી તે તારો હાથ પરોવ્યો,
જાણે આ એક જીવતી લાશને નવો શ્વાસ મળ્યો.
આ જમાનો તો હજીયે સમજીનેજ બેઠો છે બેવફા,
ને તમારી વફાને કારણે જ નવિન વિશ્વાસ મળ્યો.
નિષ્પ્રાણ નયનો તો થીજીને થઇ ગયા'તા પાષાણ,
ને મારી જ અંદર હું ખુદને લઈ નવી આશ મળ્યો.
એક આશ નવી જિંદગીની એવી તો જગાવી તમે કે,
મુજ બંધ રૂદિયાને જાણે ધબકતો અહેસાસ મળ્યો.
આ આયખું તો આખું જાણે એક વેરાન સુકું ખેતર,
ને ઉપરથી અચાનક જ વ્હાલપનો વરસાદ મળ્યો.
"પરમ" શબ્દો તો હતાં તુજ વિરહમાં વેર-વિખેર,
તુજ આગમનથી આ કેવો "પાગલ" પ્રાસ મળ્યો.