અલગારી રાહત
અલગારી રાહત
1 min
19.8K
જે મારાં સ્વપ્નમાં પણ ન હતા
એજ હકીકત બનીને આવ્યા
મારી ધડકનના કર્મની કામણગારી
કિસ્મત બનીને આવ્યા
ધ્વસ્ત કરી સઘળી ધારણાઓ
મુજ અબળાની તમે નાથ
આજ નવસર્જન થાય એવી
અંતરની આફત બનીને આવ્યા
અવસર ક્યાં સર્જાય છે રોજ રોજ
યાદ કેરા ઉત્સવનાં
હવે તો મોત આવે ત્યાં સુધીની
જીવવાની આદત બનીને આવ્યા
પત્થરની જેમ અમારૂં કાળજું કંડારીને
ધરી દીધું તમ ચરણે અમે
તો મારી જન્મોની ઇબાદતની
અલગારી રાહત બનીને આવ્યા
મારી "પરમ" જીંદગીની સરિતાના
અંતિમ ઓવારે આજ
"પાગલ" મહાસાગર જેવી ઉછળતી
ચાહત બનીને આવ્યા
