દર્પણ
દર્પણ
તું મારો અને હું તારો છું દર્પણ,
પ્રતિબિંબમાં નિરખીએ સ્મરણ,
આંખો ચાર થયા પછી જો તું,
આ હૃદય થયું હૃદયને શરણ,
કોણ છે તું અને કોણ હું હવે,
સ્થૂળ દેહના થયા જ્યાં તર્પણ,
આકૃતિઓ બે મટી એક થઈ,
તો અદ્રશ્ય કૃતિનું થયું સર્જન,
વિરહમાં તો તું વસ્યો હૃદયમાં,
મિલનમાં કેવું હશે આલિંગન?
ઓળખ થઈ હવે પ્રતિઓળખ,
હવે છેતરી રહ્યા છે આ દર્પણ,
"પરમ" રાધે રાધે સમજાવી ગયા,
"પાગલ" થઈ શોધું એના ચરણ.