બાણ એકત્રીસ
બાણ એકત્રીસ


માહ્યલા રાવણને હણવા કોઈ બાણ એકત્રીસ ચલાવોને.
મર્યા પછી પણ જીવવા કોઈ બાણ એકત્રીસ ચલાવોને.
અમીકુંભ છે એની નાભિમાં એમ નહિ મરે આસાનીથી,
પૃથ્વી પરના પાપ હરવા કોઈ બાણ એકત્રીસ ચલાવોને.
ઘડીમાં મરતો પુન: થૈને સજીવનને એ લડતો આતમથી,
અસ્તિત્વ એનું મિટાવવા કોઈ બાણ એકત્રીસ ચલાવોને.
દસે દિશાએ છે સામ્રાજ્ય એનું એ રૂપ માયાવી ધરતોને,
સંયમની લગામ લગાવવા કોઈ બાણ એકત્રીસ ચલાવોને.
હાહાકાર મચાવે સઘળે ગ્રાસ માનવતાનો એ કરનારોને,
લખચોરાશી ફેરા ટાળવા કોઈ બાણ એકત્રીસ ચલાવોને.