ગેબી ખાલીપો
ગેબી ખાલીપો
રોજ સવિતાનારાયણ ડૂબે ને આ કવિતાઓ ઉગે,
નભે ઉડતા પંખીની વીંઝાતી પાંખે પાંખે શબ્દ ફૂટે,
હું ગરકાવ થઈ જાવ ખુદના ગેબી ખાલીપા માહિં,
ને પછી કાવ્ય લખવા માટે મને શબ્દો પણ ખૂટે,
અંધકારમાં ગરકાવ થતા સન્નાટાનું સાનિધ્ય,
ગમગીની સઘળી આનંદ અનેરો આપીને લૂંટે,
ને અંતર મૌન એક અનોખા બાગનો માળી બનીને,
એ અધૂરા રહેલા સ્વપ્નોના સુનેહરા પુષ્પને ચૂંટે,
પછી પીરસાય છે પર્ણોના મધુર સંગીતનો નશો,
ને મૈખાનું એક બેખુદીનું શરાબ શાશ્વતની ઘૂંટે,
એક "પરમ"અસર અંતરપટ ઉપર ઉભરે,
ને આ વલણ "પાગલ"પનનું કોણ જાણે ક્યાંથી ઉઠે!