STORYMIRROR

Nisha Shah

Drama

4  

Nisha Shah

Drama

કોણ મહાન

કોણ મહાન

1 min
786


સાગરનું એક મોજુ તું

ને એક નાનો પરપોટો હું

ના,ના કર અભિમાન તું

કે તું મોટો ને નાનો હું


હસી લે હસી લે મુજ પર તું

હું ક્ષણિક, નથી ચિરંજીવ તું

સહજમાં ફૂટી જઈશ હું ને

વામનમાંથી બનીશ વિરાટ હું

મુક્તિ પામીશ જલ્દી હું

નાનું પણ સુખી છું હું.


દોડી દોડી અથડાય તું

પત્થરો સાથે અફળાય તું

મથી મથી બને નાનું મોજું

ને ગોળ ગોળ ફર્યા કરે તું

અસંખ્ય પરપોટામાં વિરમે તું

અંતે બને એક પરપોટો તું.


શીદને કરે ગુમાન મોજાં તું

અંતે સાગરમાં જ ભળે તું

વિરાટમાંથી બનશે વામન તું

તું મોજું હું પરપોટો પણ

એક જ જળનાં અંશ હું ને તું

જો જો મહાન નથી હું કે તું.


Rate this content
Log in

Similar gujarati poem from Drama