ના બીડી ના સિગરેટ
ના બીડી ના સિગરેટ


ના બીડી ના સિગરેટ ના ગુટકા,
ના માવા ના કીમામ ના તમ્બાકુ,
આજ તો છે નો ટોબેક્કો વર્લ્ડ ડે !
બીડી પી વાય કે ? પી વાય કેમ પીવાય !
બીડી આમ પીવાય, બીડી તેમ પીવાય !
બચ્ચાઓને પણ ખબર છે કે,
તમ્બાકુથી પડે છે મોંમાં ચાંદા !
બીડી કરે ટીબી ને કરે ફેફસાં ખોખલા !
કીમામ માવો કરે છે કેન્સર જઠરનાં !
તો શીદને બોલાવો છો મોતને ઘરમાં !
સિગરેટ પોતે બળે સાથે પીનારને બાળે,
ધુમાડા એનાં આસપાસનાં લોકોને બાળે !
બળી બળીને આખા કુટુંબને પણ કરે રાખ !
સરકાર કરાવે બંધ પાનબીડીની દુકાન !
મોદીજી કરાવો બંધ તમ્બાકુનાં ફાર્મ !
કરો પ્રતિજ્ઞા દેશવાસીઓ નો ટોબેક્કો ફ્રોમ ટુડે !