જી હજૂરિયા
જી હજૂરિયા

1 min

196
એક રાજા ને બેઉ બાજુ છે ગુલામ !
રાજ્યમાં શત્રુઓનો કેટકેટલો ડર !
બંને ગુલામ છે ખૂલ્લી તલવાર સાથે,
ગુલામ પણ કેવા ? જી હજૂરિયા !
રાજા કહે આમ ! તો શિર નમાવી,
કહે આમ ! એવો છે એનો ગુલામ !
બધી વાતે બોલે, જી હજૂર જી હજૂર !
બીજો ગુલામ છે એ નન્નો હજૂર !
રાજા કહે આમ ! તો એ કહે ના તેમ !
બધી વાતે એનો નન્નો નન્નો નન્નો !
રાજાની આંખ થઈ જાય મોટી મોટી !
રાજાને ગમે છે બસ, જી હજૂરિયા !
હવે રાજ સિંહાસને હોય દ્વારિકાધીશ !
તો આપણે પણ થવાનું જી હજૂરિયા !
જે કહે જે આપે માની લેવાનું લઈ લેવાનું !
જી હજૂર કહી મસ્તક નમાવી સ્વીકારવાનું !