જન્મદિન ઉજવણી
જન્મદિન ઉજવણી
આવો આવો અમારી જન્મદિન ઉજવણીમાં !
આજ મારી બેની થાય છે પાંચ વર્ષની પૂરી !
તોરણોથી સજાવી, મેં રાખી છે ગાર્ડન પાર્ટી !
વૃક્ષો પર રમકડાં, અજનબી ચીજો છે ટીંગાડી !
ટેબલ પર સુંદર પાથરણું લાલ ઝાલરવાળું !
કપકેક ને શરબતનાં ભરી મૂક્યા છે ગ્લાસ !
કેક મૂકી વચમાં, પાંચ કેન્ડલથી છે સજાવી !
આવ્યા છે મિત્રો, વિવિધ ભેટસૌગાદને લઈ !
પહેરી છે સૌએ રંગબેરંગી ટોપીઓ ને, મેં
પહેર્યા છે ચશ્મા ને પાર્ટીપોપર છે હાથમાં !
ચાલો ચાલો કેક કાપવાનો થઈ ગયો છે સમય,
ઉત્સાહ ઉમંગથી સૌ કાઉન્ટડાઉન કરીએ શરૂ.
બોલો સૌ જન્મદિન મુબારક હો મુબારક હો !
કેક ખાઓ ખવડાવો ને ભેટની કરો આપ-લે !
મારી બેની ખૂબ હસે, ખૂબ રમે ને ફરે આખી
દુનિયા ને રહે સદા સ્વસ્થ,સુખી આનંદમયી !