STORYMIRROR

Nisha Shah

Others

4  

Nisha Shah

Others

દેવદૂત સેના

દેવદૂત સેના

1 min
269


હું ગઈ હતી કોરોના સામે જંગમાં,

લઈને મારા કૃષ્ણજીને સાથે જ !

હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ હતા મારા,

આવી ગયા દેવદૂત સેનાની ત્યાં !


પહેલા તો કેસ મારો નોંધ્યો એક ડોક્ટરે

વોર્ડમાં જુએ મને રોજ નવી નવી નર્સ !

નિત નવા વોર્ડબોય સેવામાં હાજર !

રોજ નવા ડોક્ટર ને હું જોઉં આઈ પેડમાં !


લેડી ડોક્ટર આવે જુએ ટી .પી. આર રોજ !

ટેકનીશ્યનો લોહીનાં રિપોર્ટ કાઢે રોજ !

સીટીસ્કેન ને એક્સરેનાં મશીન લગાવ્યા !

ઈંજેક્શન ને દવાઓનો મારો ચલાવ્યો !


કોરોના હવે ગભરાયો ઊંધો ચાલ્યો,

ઓક્સિજનનાં સીલીન્ડર લાગ્યા !

એક સર્જન ડોક્ટરે વેઈન સર્જરી કરી,

છેવટમાં પ્લાઝમાનાં બાટલા ચડાવ્યા !


જાનની પરવા વગર દેવદૂત સેનાની આવ્યા

જંગમાં જીતી ને કોરોનાને ભગાવ્યો !

મને ને મારા જેવા લાખો લોકોને બચાવ્યા,

એ સૌને મારા શત શત પ્રણામ લાખો સલામ !


Rate this content
Log in