સુખી પરિવાર
સુખી પરિવાર


આજ તો છે એક સુખી પરિવાર !
જ્યાં આનંદ છલકે સૌનાં ચહેરે !
અહીં બંધાયા છે સૌ પ્રેમનાં દોરે !
રાખે છે સૌ એકમેકનો ખ્યાલ સદા,
આબાલવૃધ્ધ સૌને માટે વહે છે,
પ્રેમની ગંગા એકસરખી સદા !
ભલે છે મોટો પરિવાર ભાગ સરખા
હોય સદા ને સંબંધો જળવાય સદા,
સાથે રહો સાથે ફરો ગાઓ હસો
પણ સાથે સાથે, સાથ પરિવારનો,
સંકટો ને મુસીબતોમાં હોય જો,
તો જિંદગી જીવી જવાય મોજથી !
અંતરનો આનંદ મળે સાચો ત્યારે જ
જ્યારે અતૂટ દોર હોય પરિવારની !
સુખ ત્યારે જ મળે છે જ્યારે મળે છે,
વડીલોનાં અંતરનાં આશિષ અહીં !