દેવપરી
દેવપરી


પરોઢિયે ઊઠીને જે નિત્ય લે
પ્રભુજીનું નામ તે બાળકની
રક્ષા કરે દેવપરી જ આમ !
આંધી હોય કે તુફાન હોય
અકસ્માતમાંથી બચાવી લે
દેવલોકની દેવપરી જ આમ !
ટ્રેન હોય કે પ્લેન હોય કે પછી
હોય કોઈ પણ પાણીની ઘાત !
એ મોકલી દે દેવપરીને જ આમ !
જો લીધું હોય તમે ઈશ્વરનું જ નામ,
જુઓ જુઓ બાળક દોડે લેવા દડો,
ને મોટર આવે ધસમસતી ત્યાં જ !
આંખ બંધ થઈ ગઈ પલકારામાં ત્યાં !
અદ્રશ્ય દેવપરી આવી જ ગઈ આમ !