STORYMIRROR

Nisha Shah

Others

3  

Nisha Shah

Others

કેવો ચિત્રકાર છે

કેવો ચિત્રકાર છે

1 min
306


આ કોણ ચિત્રકાર છે કેવો ચિત્રકાર છે !

ચિત્ર પૂર્ણ ! ને દોરવાનું ભૂલી ગયો છે ચહેરો !


કેટકેટલા ચહેરા બનાવ્યા છે એણે પણ,

આ યુગલને નાકનકશા વિનાના ચહેરા !


ક્રોધ, પ્રેમ, દયા, ઈર્ષા કરી બતાવે ચહેરો !

આંખ અને હોઠ વગર કેમ બતાવે ભાવો !


હૃદયશૂલ, શિરશૂલ, ઉદરશૂલ બતાવે ચહેરો

કાયાની સૌ પીડા બતાવે ચહેરાની રેખાઓ !


સુંદરતાનો અરીસો કહેવાય છે આ ચહેરો !

ચાંદ સિતારા સૂરજની ઉપમા મેળવે ચહેરો !


આર્યવર્તનાં જ્યોતિષીઓ કરે વર્તારો,

જોઈને હસ્તરેખાઓ અને આ ચહેરો !


પૃથ્વી પર ઓળખાય નામ દઈ આ ચહેરા !

ચિત્રકાર કમાલ છે બદલે એને જન્મોજન્મ !


આ યુગલનો તો બાકી છે જન્મ હજુ !

વિચારીને ચીતરી રહ્યો છે એ ચહેરા !


Rate this content
Log in