માનવ છીએ
માનવ છીએ


હળીમળીને હેત પ્રસારીએ, માનવ છીએ.
લક્ષ મૂઠી ઊંચેરું ધારીએ, માનવ છીએ.
ડગલે પગલે આશ જગાવી ઝઝૂમીએ
ના નિરાશાને ઢૂંકવા દઈએ, માનવ છીએ .
ભૂલ છોને થતી, ના મારગ ચાતરીએ કદી,
જાગ્યા ત્યાંથી સવાર કરીએ માનવ છીએ.
આવે મુસીબતો ભલેને ઝંઝાવાત બનીને,
ના પગ પારોઠ લેશ ભરીએ, માનવ છીએ.
નિષ્ફળતાની કરી નિસરણી કૂચ કરીએ,
આખરે વિજય વરીને ફરીએ, માનવ છીએ.