રણકો
રણકો
1 min
13.3K
સવારમાં બે વાસણ ખખડયાં
એનો રણકો બારીના કાને પડ્યો
સીધો ઉતરી ગયો એના પેટમાં!
બારીને ગૂંગળામણ થવા લાગી
બારીએ રણકો ઓકી દીધો, હવામાં!
વૉમેટમાં ખરડાયેલો રણકો
હવામાં ફરી વળ્યો
ગલી-ગલી
મહોલ્લે-મહોલ્લે
ધૂળ માટીથી ડોહળાતો
છેક ગામ બહાર પહોંચ્યો...
સાંજે બે વાસણ ફરી ભેગા થયા
સમાધાન થયું
ત્યાંજ દરવાજો ખખડયો!
દરવાજે આવી ઉભો હતો
કદરૂપો બારીથી ઓકાયેલો રણકો..