STORYMIRROR

Sandip Bhatiya

Drama

4  

Sandip Bhatiya

Drama

મમતાનો દરિયો

મમતાનો દરિયો

1 min
451

મમતાનો દરિયો મમ્મીની આંખમાં,

ખીલ્યો ગુલાબ જેમ પપ્પાનાં સાથમાં.


આવ્યોતો દુનિયામાં કોરી સિલેટ જેવો,

કોરો ને કટ હતો રણની હું રેત જેવો,

સિંચ્યા સપના અનેરા મુજ શ્વાસમાં,

મમતાનો દરિયો મમ્મીની આંખમાં....


પથરાયા પથ પર એ મુજને સવારવા,

ઓગાળ્યા મીણ જેમ મુજને અજવાળવા,

ત્રણે ભુવન મળે એની રે.... બાથમાં,

મમતાનો દરિયો મમ્મીની આંખમાં....


મમતાનો દરિયો મમ્મીની આંખમાં,

ખીલ્યો ગુલાબ જેમ પપ્પાનાં સાથમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Drama