Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Sandip Bhatiya

Others

2  

Sandip Bhatiya

Others

ભરમાઈ ગયો

ભરમાઈ ગયો

1 min
7.5K


પ્રેમમાં તો હું ય સપડાઈ ગયો,

ચોર ના હું તો ય ઝડપાઈ ગયો.

 

આગ લાગીતી દિલે તું ઠારતી,

ત્યાં જ ઘી થૈ હુંય વેરાઈ ગયો.

 

ફૂલ આ શાને અહીં તો કેદ છે?

બાગ સમજી હુંય ભરમાઈ ગયો.

 

એ હતા સુંદર અને પ્યારા છતાં,

અંતરેથી કાગ પરખાઈ ગયો.

 

આજથી જો હું લખું ના ભૂલથી,

મોતના એંધાણ વર્તાઈ ગયો.

 

વાઘ આવ્યો છે કહી જે છેતરે,

એક ઉંદરથી જ ગભરાઈ ગયો.

 

મોતની અફવા જ ફેલાઈ ગઈ,

બાગના ફૂલો જ કરમાઈ ગયો.

 

મારના તું તીર નજરોના હવે,

કેટલા લોકો જ ભરમાઈ ગયો.

 

 

 


Rate this content
Log in