STORYMIRROR

Sandip Bhatiya

Others

3  

Sandip Bhatiya

Others

કવિ વેદના

કવિ વેદના

1 min
13.9K


શબ્દો બુઠ્ઠા થઈ ગયા છે

માણસો જૂઠ્ઠા થઈ ગયા છે

 

ધાર ક્યાંથી નીકળશે!

લોખંડના હતા જે શબ્દો એ પૂઠ્ઠાંનાં થઈ ગયા છે.

 

ખોખલી આ દીવાલો વિશ્વાસની જોને,

દરિયા જેવા વિચારો ખાબોચિયાં થઈ ગયા છે,

 

ત્રાડ થઈ ગરજતા સાવજના સૂર,

સાવ લુખ્ખા થઈ ગયા છે.

 

નવો ચીલો કોણ ચિતરશે,

રાહી બધા ઘેટાં જેવા થઈ રહ્યા છે,

 

શબ્દ સાધના ને પૂજું છું પણ...

કવિ શું કોઈના તાબે થઇ ગયા છે?

 

 

 


Rate this content
Log in