ગીત - 'પ્રેમ શબ્દ છે સત્ય '
ગીત - 'પ્રેમ શબ્દ છે સત્ય '
પ્રેમ શબ્દ છે સત્ય ....
જળ કે સ્થળમાં જીવ માત્રનું એક અદીઠું સત્ય
પ્રેમ શબ્દ છે સત્ય ....
અંધારામાં ના દેખાતી અજવાળાની બારી
ઝીણાં તરલિયાથી ગુંથે નભમાં એક અટારી
અચળ - વિચળ ને સચરચરમાં એક જ ઉઘડે કથ્ય
પ્રેમ શબ્દ છે સત્ય ....
યાદોમાં પડઘાતાં ઘૂમે શમણાં ભીનાં - ભીનાં
બંધ હોઠમાં વાતો કરતાં એ તો ધીમા - ધીમા
મેઘધનુષી રંગ સમુ એ ઉઘડેલું આતિથ્ય
પ્રેમ શબ્દ છે સત્ય ....
એક ઈશારો એનો થાશે દોડી જાશું મળવા
લોક લાજને પડતાં મેલી પ્રેમ રંગમાં ઢળવા
મીરાંની મટુકીમાં મોહન તું માખણ , તું તથ્ય
પ્રેમ શબ્દ છે સત્ય ....