STORYMIRROR

Parag Pandya

Drama

3  

Parag Pandya

Drama

થપ્પો

થપ્પો

1 min
192

કોઈએ પૂછ્યું મને હળવેકથી --

કાં, નિવૃત્તિ પછી શું પ્રવૃત્તિ ?


મેં પણ કહ્યું હસીને હળવેકથી --

કર્યું છે શરૂ જીવવાનું, વ્યસ્ત છું !


સિનિયર સિટીઝનથી સુપર સિટીઝનની,

બહાર પાડ્યું છું એક નવી આવૃત્તિ !


સિત્તેરના દાયકામાં ક્યાં શારીરિક રમતો ?

એટલે ફ્લર્ટ થઈ રમું છું રમતો રોમાન્સની !


બાયપોલર ડિસઓર્ડર કે સ્ક્રીઝોફેનીઆથી --

દૂર રહેવા કરું દિલ-દિમાગની કસરત "પ્રણય" !


એકલતાનો અફસોસ કરી મધુશાલામાં નૈ જતો,

હા, ઘડપણમાં શૈશવ- યુવાની સાથે થપ્પો રમું છું !


இந்த உள்ளடக்கத்தை மதிப்பிடவும்
உள்நுழை

Similar gujarati poem from Drama