STORYMIRROR

Parag Pandya

Romance

3  

Parag Pandya

Romance

ભરોસો

ભરોસો

1 min
114

વૈષ્ણોદેવી દર્શન પછી અન્ય દેવીના દર્શનનો મળશે લાભ,

સમય પહેલાં પહોંચવાની કુટેવ, રાહ જો.. પણ હતો ભરોસો,


એને હતો મારી ઉપર ભરોસો ને મને હતો એની પર ભરોસો,

લો થયું પણ કેવું ? એની પસંદ પણ નીકળી તો કાફે 'ભરોસા !'


બેઠાં તો અંતર માત્ર ટેબલ જેટલું, છાતીસરસું કે અસિમિત ?

અંતર માપે અંતર પણ મપાય નહીં, નાઅંતરનો હતો ભરોસો,


બોલવું છે બોલાતું નથી, જોવું છે જોવાતું નથી, ક્યાં ભરોસો ?

હસવું છે હસાતું નથી, આજ કેમ ડગમગે છે મારો ભરોસો ?


મીઠી મઝાની "કાપુચીનો" સંધ્યા, મંગળવારે બેઠક મંગલમય,  

ફ્રેન્ચફ્રાયસની મસ્તી મોજીલી, મિત્રો જૂજ આવા ભરોસાપાત્ર !


Rate this content
Log in

Similar gujarati poem from Romance