ઓ મુસાફિર
ઓ મુસાફિર


આંસુ બની ટપકવું છે તારી સાથે,
મોર બની નાચવું છે તારી સાથે,
ઓ મુસાફિર હાથોમાં હાથ નાખી,
જોવી છે દુનિયા તારી સાથે.
પાંખડી બની ખીલવું છે તારી સાથે,
પ્રેમી બની મળવું છે તારી સાથે,
ઓ મુસાફિર હાથોમાં હાથ નાખી,
જોવી છે દુનિયા તારી સાથે.
સૂર્યના તેજની જેમ ચમકવું છે તારી સાથે,
શીતળ પવનની જેમ લહેરવું છે તારી સાથે,
ઓ મુસાફિર હાથોમાં હાથ નાખી,
જોવી છે દુનિયા તારી સાથે.
રંગ બની હોળી રમવી છે તારી સાથે,
પતંગ બની ઉડવું છે તારી સાથે,
ઓ મુસાફિર હાથોમાં હાથ નાખી,
જોવી છે દુનિયા તારી સાથે.
વરસાદ બની વરસવું છે તારી સાથે,
પક્ષી બની કલરવું છે તારી સાથે,
ઓ મુસાફિર હાથોમાં હાથ નાખી,
જોવી છે દુનિયા તારી સાથે.
તારા અધૂરા ચિત્રોમાં રંગપૂરણી કરવી છે તારી સાથે,
દુનિયા ની ચિંતા છોડી, જિંદગીને માણવી છે તારી સાથે
ઓ મુસાફિર હાથોમાં હાથ નાખી,
જોવી છે દુનિયા તારી સાથે.