STORYMIRROR

Krishna Katorawala

Romance Others

4  

Krishna Katorawala

Romance Others

આવજે

આવજે

1 min
23.1K


થાક ભર્યા આ જીવનમાં તું,

એક ઉમંગનો ઉજાસ લાવજે,

અવિશ્વસનીય લોકોની વચ્ચે તું,

વિશ્વાસનો વરસાદ લાવજે.


વેરાન વ્યક્તિઓની વચ્ચે તું,

વૃક્ષોનું વૃંદાવન થઈને આવજે,

સૂની થયેલી આ સડકો ઉપર તું,

સાગરની લહેરોને લઈને આવજે.


ગૂંગળાય રહેલી એ દીવાલોની વચ્ચે તું,

સૂસવાટા ભર્યા પવન વેગે આવજે,

અમાસના આકાશની વચ્ચે તું,

પૂનમનો પડકાર થઈને આવજે.


ભૂલી પડી છું સફરના આ માર્ગે,

તારી સાથે રહી સફરનેજ ભૂલી જાવ,

એવા હમસફર તરીકે તું આવજે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance