Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Krishna Katorawala

Romance Others

4.5  

Krishna Katorawala

Romance Others

આવજે

આવજે

1 min
23.1K


થાક ભર્યા આ જીવનમાં તું

એક ઉમંગનો ઉજાસ લાવજે,


અવિશ્વસનીય લોકોની વચ્ચે તું

વિશ્વાસનો વરસાદ લાવજે,


વેરાન વ્યક્તિઓની વચ્ચે તું

વૃક્ષોનું વૃંદાવન થઈને આવજે,


સૂની થયેલી આ સડકો ઉપર તું

સાગરની લહેરોને લઈને આવજે,


ગૂંગળાય રહેલી એ દીવાલોની વચ્ચે તું

સૂસવાટા ભર્યા પવન વેગે આવજે,


અમાસનાં આકાશની વચ્ચે તું

પૂનમનો પડકાર થઈને આવજે,


ભૂલી પડી છું સફરનાં આ માર્ગે

તારી સાથે રહી સફરને જ ભૂલી જાવ

એવા હમસફર તરીકે તું આવજે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance