Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Krishna Katorawala

Others

3.1  

Krishna Katorawala

Others

સુરત પણ છે ખૂબસૂરત.

સુરત પણ છે ખૂબસૂરત.

1 min
310


છે અહીંયાના લોકો હસતા રમતા,

સુરતમાં જાત જાતના લોકો વસતા,

સવારમાં ઉઠીને ખમણ ખાતા,

અને વળી, લોચાને તો કેવી રીતે ભૂલતા !


હાઈવે પરનુ એ ઉંબાડિયું ચાખતા,

અને વહેલી સવારનો એ નીરો કેવી રીતે ભૂલતા !

મકરસંક્રાંતિનું એ ઉંધીયું બનાવતા

અને આખી શેરીમાં પ્રસંગો ઉજવાતા.


સુરતમાં જાત જાતના લોકો વસતા,

ચૌટા બજાર ની એ શોપિંગમાં જતા,

અને વળી, ડિસ્કાઉન્ટ માંગવાનું,

તો કેવી રીતે ભૂલતા !


ભાગળના એ તરોતાજા શાકભાજી,

અને, વળી કાકીની એ પાવભાજી,

બાળકોની એ વનિતા વિશ્રામના,

મેળામાં જવાની જીદ

અને ખાઉધરા ગલીમાં,

ઢોસા માટે થતી ભીડ.


પીપલોદના રસ્તા પર આવતી શોપિંગ મોલની લાઈન,

અને,દિવાળીના ટાઈમે એસેમ્સી પર થતી લાઈટની શાઇન,

ચાંદીપડવાની રાત્રિની એ ઘારી ખાતા,

અને તાપીમાં ના આશીર્વાદ થી પવિત્ર થતાં.


આડોશ પાડોશને નિઃસ્વાર્થ મદદ કરતા,

આવી છે અમારા સુરતીઓની ભાવના,

સ્વચ્છતાની એ એક નવી દિશા,

જ્યાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની છે યોજના.


ડુમસના દરિયાકિનારાના એ ભજીયા,

કાપડ-હીરાના ઉદ્યોગમાં માણસો આખોદી રચ્યા પચ્યા,

શિયાળાની એ હવાનું આવતુ એક ઝોંકુ,

ત્યાંતો પોંક પાર્ટી કરતું એ સુરતીઓનું ટોળું.


ગૌરવપથ પર એ ડબ્બા પાર્ટી કરતા,

અને,ગમે એટલા એજયુકેટેડ તોય સુરતી ભાષા બોલતા,

કહેવાય છે આ શહેર સોનાની મુરત,

જ્યાં બેનરો પર લખાય છે, સ્વચ્છ સુરત સુંદર સુરત.

આવું છે આ અમારું ખૂબસૂરત સુરત.



Rate this content
Log in