પરીક્ષાની મોસમ
પરીક્ષાની મોસમ
પરીક્ષાની આવી રહી છે મોસમ...
સિધ્ધિ હાંસલ કરવાનો આવી ગયો છે સમય
કોઇની પ્રાઈમરીની તો કોઇની સેકન્ડરીની તો
કોઇની મેડિકલની આવી રહી છે પરીક્ષાની મોસમ...
મહિનાની તપસ્યા પછી કલમ ચલાવવાનો આવી ગયો સમય.
'કેવું હશે?' પેપર એ વિચારીને પરેશાન થયું છે આ મગજ
બધા વિષયો એ રમી છે આ કોમળ મનમાં સંતાકૂકડી
ઓર્થો, ન્યુરો વિષયો એ મથવ્યા આખું વર્ષ પરંતુ
ડરની આગળ જ જીત છે એ વિચારી આવી રહી છે પરીક્ષાની મોસમ...
નાઈટ આઉટ નો છે આ સમય અને સફળતાનો છે તાજ
૬૦,૭૦ માર્ક્સ અને કેટલીય પુરવણીની છે આમાં વાત
પરીક્ષાખંડ લાગે છે કે જાણે કોઈ યુદ્ધ નું હોય મેદાન
વિદ્યાર્થીઓ છે સૈનિકો અને પેન- પેન્સિલ છે શસ્ત્રો
પરિક્ષરૂપી રણભૂમિ મા જીત મેળવવાનો આવી ગયો છે સમય
પરીક્ષાની આવી રહી છે મોસમ.