STORYMIRROR

Krishna Katorawala

Classics Inspirational

3  

Krishna Katorawala

Classics Inspirational

ગરવી ગુજરાતી

ગરવી ગુજરાતી

1 min
11.8K

હું છું ગરવી ગુજરાતી

હું છું ગરવી ગુજરાતી

મારા રગ રગ વસે ગુજરાત.


હું છું દ્વારિકાધીશની ભુમી,

હું છું સંસ્કારોની મૂડી

હું છું સોમનાથના નીર,

હું છું સૂર્યના મંદિર


હું છું ભાષા ગુજરાતી,

હું છું ગરવી ગુજરાતી

મારા રગ રગમાં વસે ગુજરાત.


હું છું ગીર અભ્યારણ,

હું છું મીઠાનું રણ

હું છું નરસિંહની કવિતા,

હું છું સરદારની પ્રતિમા


હું છું અંબાની ગરબી,

હું છું ગરવી ગુજરાતી

મારા રગ રગમાં વસે ગુજરાત


હું છું પાટણના પટોળા,

હું છું તરણેતર ના મેળા

હું છું દાંડીની યાત્રા,

હું છું ડાકોરની જાત્રા


હું છું સુરતની ગાથા,

હું છું ગિરનાર ની માળા

હું છું ખુશ્બુ ગુજરાતની,

હું છું યશગાથા ગુજરાત ની


હું છું ગરવી ગુજરાતી, 

હું છું ગરવી ગુજરાતી

મારા રગ રગમાં વસે ગુજરાત.


Rate this content
Log in

Similar gujarati poem from Classics