સરકતી જિંદગી
સરકતી જિંદગી

1 min

351
સરકી જાય છે આમ રેત સમી ઓ જિંદગી,
હજી તો કેટલું દૂર પામવાનું છે આ ક્ષિતિજ તારું.
વહેતા પાણીની જેમ સરકતો આ સમય તારો ઓ જિંદગી,
હજી તો મધદરિયે પાર તરવાનું બાકી છે મારું.
લાંબા સફરની આ પગદંડી છે તારી ઓ જિંદગી,
હજી તો કેટલાય રાહીઓને મળવાનું બાકી છે મારું.
પગ નીચે સરકતી આ જમીન તારી ઓ જિંદગી,
હજી તો આકાશને આંબવાનું બાકી છે મારું.
ભાગદોડ ભરી આ સરકતી જિંદગીના એકાંતમાં,
હજી ખુદ ને પામવાનું બાકી છે મારું.