STORYMIRROR

Krishna Katorawala

Others

4  

Krishna Katorawala

Others

શોધુ છું

શોધુ છું

1 min
506

પરિચિત રહેલા વ્યક્તિઓની,

જીવંત વાતોને શોધુ છું,

આંટીઘૂંટી ભરેલા જીવનમાં,

સરળતાના રસ્તા ને શોધુ છું.


મુસાફરીના માર્ગ પર મારા જેવા,

રાહીના પ્રતિબિંબને શોધુ છું,

બચપનના મિત્રોનો અહેસાસ કરાવતી,

આ જિંદગીની શાળામાં રહેલા મિત્રોને શોધુ છું.


શાળારૂપી પરીક્ષાના જવાબોમાંથી,

જીવનરૂપી પરીક્ષાના જવાબોને શોધુ છું,

આંખોમાં આવેલા અશ્રુના પુરમાંથી,

હાસ્યના વાવાઝોડાને શોધુ છું.


હકીકતોના આ ઘરોમાં,

અધૂરા રહી ગયેલા સપનાઓને શોધુ છું,

જીવનના સાનિધ્ય કાળમાં,

પ્રકાશિત સૂરજની કિરણોને શોધુ છું.


એકલતાના વાતાવરણમાં,

સંબંધોના મેળાને શોધુ છું,

વાસ્તવિકતાના આ રંગમંચ પર,

આખરે હું, પોતાને જ શોધુ છું !


Rate this content
Log in