તું
તું


તું,,હા તુજ હવે તારા વિશે તો હું શું લખું,
વરસાદ માં વિસામો છે તું,
અંતરનો આત્મા છે તું,
વિચારોની વસંત છે તું,
ખામોશી નું ખેતર છે તું,
લાગણી નો લય છે તું,
પ્રેમ નો પરાગ છે તું,
વ્હાલ નું વાવાઝોડું છે તું,
દિલ નો દરિયો છે તું,
વિચારો નું વૃક્ષ છે તું,
સ્વપ્ન નું સરોવર છે તું,
ફાગણ નું ફૂલ છે તું,
સંગીત ના સૂર છે તું,
સાંજ નો સથવારો છે તું,
મારી કલમ ના શબ્દો છે તું,
'ક્રિષ્ના'ની કલ્પના છે તું.