એક તરફી પ્રેમ
એક તરફી પ્રેમ
હું ક્યાં કહું છું કે મારા જીવનસાથી બનો,
ખાલી મિત્રતા રાખો તોય ઘણું છે.
હું ક્યાં કહું છું કે તમે મારી સાથે વાતો કરો,
ખાલી મારી સામે જોઈને સ્મિત રેલાવો તોય ઘણું છે.
હું ક્યાં કહું છું કે તમે મને મળવા આવો,
કોક દિવસ સામે મળો તોય ઘણું છે.
હું ક્યાં કહું છું કે મને યાદ કરો,
મને તમારી યાદમાં રાચવા દો તોય ઘણુ છે.
હું ક્યાં કહું છું કે તમે મને ચાહો,
ખાલી મને ચાહવા દો તોય ઘણું છે.