સંપત્તિ સૌની છે !
સંપત્તિ સૌની છે !
ઈશ્વરનો અખૂટ પ્રેમ પામી,
માનવી તું મોઢે ચડી ગયો,
કુદરતે આપેલી સંપત્તિનો બેફામ ઉપયોગ કરી,
તું બેદરકાર બની ગયો.
સૌની છે સહિયારી છે આ સંપત્તિ,
અનમોલ જેનો તું એકલો માલિક બની ગયો,
પક્ષી ઓને પાંજરે પૂર્યા, પ્રાણી ઓને નચાવ્યા તે ખૂબ,
જીવજંતુઓને મસળી જીવતો પિશાચ બની ગયો.
હવા બગાડી, પાણી વેડફી કર્યા તે નિતનવા ઘોંઘાટ,
સારું કરનારા સજ્જન લોકોને રોકયા, સૂચવી ખોટી રાહ,
"કલિયુગ છે ભાઈ સારાપણાંનો જમાનો નથી"
એમ કહી બતાવી તે ઔકાત.
પણ વર્તમાન હવે જાણે બદલાય રહ્યો છે,
લાગે છે દેવલોકમાં નિર્ણય લેવાયો છે,
આ અદકું ભણેલા માનવીને,
હવે શિસ્ત નો પાઠ ભણાવવો છે.
આ બુધ્ધિશાળી જીવ ને હવે કુદરત,
અને કર્મનો વાસ્તવિક એહસાસ કરાવવો છે,
કર્મનો સિદ્ધાંત હવે પોતાનું મર્મ બતાવી રહયો છે,
અવળચંડો માનવી આજ ઓરડે પુરાયો છે.
આકાશે ઉડનારા પક્ષીઓમાં,
હરખની હેલી વર્તાય છે,
કોંક્રીટ ના જંગલમાં,
આજ મધુરો કલરવ સંભળાય છે.
શુધ્ધ હવા ને કિંમત અનાજ પાણીની,
સાથે પરમ શાંતિ આજ થોડીક સમજાય છે,
કરી નહીં આપણે સારવાર પ્રકૃતિની,
તેથી આજમાં પ્રકૃતિ આપમેળે જ રૂઝાય છે.
સમજાવે છે હજીય કુદરત,
કે શાનમાં સમજી જા,
પણ બુદ્ધિનો બાદશાહ,
હજી અહમમાં દેખાય છે.