Harsiddhi Enterprises

Inspirational

4  

Harsiddhi Enterprises

Inspirational

આ સંબંધને હવે મારા સમ

આ સંબંધને હવે મારા સમ

1 min
13.7K


વ્યાખ્યા એ વચનની,

ને લાગણીઓનો મિજાજ હૂંફાળો ગરમ;

આ સંબંધને હવે મારા સમ.

સહજ એની સ્વીકૃતિ,

ને પછી હૃદયોને પણ નડી નહીં શરમ,

આ સંબંધને હવે મારા સમ.

ત્રુટીઓને વ્હાલ લીપી,

આપ્યો છે વિશ્વાસને જનમ,

આ સંબંધને હવે મારા સમ.

સમજનાં પગથિયાં શું ચઢી ગયા,

પાછળ છુટ્યો બટકાણો અહમ,

આ સંબંધને હવે મારા સમ.

બદલવું કે બદલાવુંની ગડમથલ કરતા,

સાથે ધબકવું એ મારો ધરમ,

આ સંબંધને હવે મારા સમ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational