STORYMIRROR

Harsiddhi Enterprises

Inspirational Romance

3  

Harsiddhi Enterprises

Inspirational Romance

સંગાથ

સંગાથ

1 min
13.1K


ત્રણ અક્ષરની ટુંકી વાત એટલે સંગાથ,

એકના હૃદય પર બીજાની કાયમી ભાત એટલે સંગાથ.

બે ઉખાણાંનો એકજ જવાબ એટલે સંગાથ,

વિશ્વાસના પાનાઓ ઉપર સ્વપ્નો ચિત્રેલી કિતાબ એટલે સંગાથ.

એકલે જે ખરબચ, બને એજ મલમલ વાટ એટલે સંગાથ,

મીઠા સુખ ને ખાટા દુખ વાળી મસાલેદાર ચાટ એટલે સંગાથ.

હરપળમાં જીવન લખી ખુશીને તારું સરનામું બતાવી જાય એટલે સંગાથ,

બે હૃદયો પોતે હારીને જિંદગીને જીતાવી જાય એટલે સંગાથ…!


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational