STORYMIRROR

Padmaja Vasavada

Inspirational

2.8  

Padmaja Vasavada

Inspirational

જનની

જનની

1 min
15K


મા, તું ગમે તેવી મોટી થઈ,
પણ અબુધ જ રહી!
તેં બધા સંતાનોને ભણાવ્યા,
પણ જાતે તો અભણ જ રહી.
મીઠું બોલીને જ વાત કરતાં,
તને કદિ ન આવડ્યું!
મારું ઘડતર કરવા માટે,
ગુસ્સો પણ કરતી.

ગણિતમાં તો મા, તું સાવ કાચી.
કદિ તેં દૂધનો હિસાબ ન રાખ્યો!
તારા દિવસ-રાતના ઉજાગરા ન ગણ્યા.
દુનિયાદારીમાં તો સાવ અબુધ!
મા, તને કદિ તારો ખ્યાલ ન આવ્યો, કે
તારી 'કૅરિયર' નું શું થશે? તારા 'ફિગર' નું શું થશે? સતત તારા સંતાનોમાં જ ગૂંથાયેલી રહી!
મા, તું મહાસાગર પાસેથી પણ કંઈ ન શી

ખી?
તેમા પણ ભરતી - ઓટ આવે.
તારા સ્નેહમાં તો તેં કદિ, ઓટ ન આણી!
મા, જ્યારે દુનિયાએ મને ઠોકર મારી,
મેં તો તને 'પંચીંગ બૅગ' જ માની.
તારી ઉપર ગુસ્સો ઠાલવ્યો.
તો પણ કોઈ "ફી" વિના,
હમેશાં મને માફી આપી.
મા, તેં બધું શીખવ્યું પણ
તારી જેવી સહનશીલતા નહિ.
તને એમ હતું કે તારી જેમ મને પણ દુનિયા,
દુઃખી ન કરે!
તું તો અબુધ જ રહી,
પણ મને ઘણી સમજણ આપતી રહી!
હે ઈશ્વર! છો ને અબુધ, પણ જન્મોજનમ,
આ જ મા મળે તેવું કરજો.

 


Rate this content
Log in

More gujarati poem from Padmaja Vasavada

Similar gujarati poem from Inspirational