આવે છે
આવે છે
પ્રભુ તારાં પ્રત્યેક પગલાંમાં પ્રેમની સુગંધ આવે છે.
તું નથી સ્વતંત્ર લેવાને નિર્ણય આડે સંબંધ આવે છે.
તારા ભક્તોથી હોય છે પનારો તારે હરિ અહર્નિશ,
એને રાજી કરવાની રીતથી તારે કોઈ પ્રબંધ આવે છે.
ભક્તના રાજીપામાં તારો રાજીપો હોય છે હંમેશ,
તફલીફ એની નિહાળી મિલાવવા તું સ્કંધ આવે છે.
ના કરી શકે તારી કોઈ બરાબરી હે હરિવર કદી,
નિર્ણયો બદલવામાં નજરે લાગણીનો બંધ આવે છે.
નથી જોતા ભક્તો તારા સંકટોને તને પામવામાં,
પ્રેમની પરાકાષ્ઠાએ પછી બનીને એ અંધ આવે છે.
