વિશિષ્ટ શક્તિ હૃદયના સ્નેહની
વિશિષ્ટ શક્તિ હૃદયના સ્નેહની
વિશિષ્ટ શક્તિ કેવી આ હૃદયના સ્નેહની
ભલભલાને ઝૂકાવે તાકત હૃદયના સ્નેહની,
કોઈ અજાણ્યો જ્ણ પણ સ્નેહમાં ભીંજાઈ
મદદ અપાર કરી આવે અજાણ્યા કોઈની,
મનડું જરીક મલકે તો ભૂલે કોઈ ભાન
હૈયે હેત છલકાવે આ અસર રૂડા સ્નેહની,
જગત આખુ બંધાયું સ્નેહની દોરથી,
માનવ જ તોડે સ્વાર્થથી દોર આ સ્નેહની,
પુરુષ અને પ્રકૃતિ કેવા રહે અહીં હેતથી,
માનવ વિનાશ કરે કેવો પ્રકૃતિનો સ્વાર્થથી,
'રાજ' રાખો હૃદયે ભાવ સદાય સ્નેહ કેરો
જીવનને સાચું સજાવે માનવ સાચા સ્નેહથી.
