Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Aniruddhsinh Zala

Inspirational Children

4.0  

Aniruddhsinh Zala

Inspirational Children

સુણજો વાત ચકીબેનની

સુણજો વાત ચકીબેનની

1 min
5


ચકીબેન ચીં ચીં કરતાં કહે,

ચકલીનો તે થોડો એક દિવસ હોય ?

અમારો તો હરેક દિવસ મારો જ હોય,


ઘરમાં બેસી કરતી રોજ ચીં ચીં

દાણાં ચણતી આનંદે રમતી

અમારે તો સદાય ખિલખિલાટ હોય,


ચકલીનો તે થોડો એક દિવસ હોય ?

ઈંડા મૂકી સેવતા ચકલી બાળ

દાણાં ચણીને રોજ ખવડાવતા હોય,

માયાળુ માનવી ભાળી, પ્રેમથી રમતાં હોય,

ચકીબેન ચીં ચીં કરતાં કહે

ચકલીનો તે થોડો એક દિવસ હોય ?


પાંખો ફૂટે તો ઊડતાં શીખવીને અમે

બાળને છૂટાં ફરવા મૂકતાં હોય

બિલ્લીને સાપ જેવાં દુશ્મનોથી ડર હોય,

ચકીબેન ચીં ચીં કરતાં કહે

ચકલીનો તે થોડો એક દિવસ હોય ?


ચકલીને ભાવે ચોખાનો દાણો,

વાત સહુ અમારી જ કહેતાં હોય

લોક હૃદયમાં સદા છે વાસ અમારો,

ચકલીનો તે થોડો એક દિવસ હોય ?


ચકીબેન ચીં ચીં કરતાં કહે,

'રાજ' માળો લટક્યો જે ઘરમાં ચકીનો,

ઘરમાં એ સદાય સહુ ખીલખીલાટ હોય.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational